RBI પોલિસી પૂર્વે બજાર અડધો ટકો અપ, બેંકિંગ શેર ધડામ

share-market-news-india
|

August 06, 2020, 11:30 AM

| updated

August 06, 2020, 11:48 AM


Market in Green Zone Before RBI Policy Outcome, Bank Share Slip From High.PNG

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતની સેન્ટ્રલ બેંકની ધિરાણ નીતિ પૂર્વે આજે શેરબજારમાં એકંદરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેકસ અને નિફટી અડધા ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે પરંતુ, બેંકિંગ શેર ઉપલા મથાળેથી ઘટ્યા છે.

બીએસઈ ઈન્ડેકસ 242 અંકોના ઉછાળે 37,906ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 80 અંકોના વધારે 11,181નું લેવલે જોવા મળી રહ્યું છે. આજે બજારને ઉપર ખેંચવામાં સરકારી કંપનીઓ અને આઈટી શેર આગળ છે. બેંકો ઉપલા મથાળેથી ઘટતા હવે સમગ્ર મદાર ડિફેન્સીવ શેર પર જ છે.

બેંક નિફટી ઈન્ડેકસ 21,644નો હાઈ બનાવીને હાલ 1 અંક ઘટીને 21,510ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. HDFC બેંક અપ છે તો HDFC, ICICI બેંક અને એક્સિસ બેંક ડાઉન છે. આજે રિલાયન્સ અડધો ટકો અપ છે તેથી બજારમાં કોઈ ખાસ ઉતારચઢાવ નથી જોવા મળી રહી.

Web Title: Market in Green Zone Before RBI Policy Outcome, Bank Share Slip From High