Reliance AGM 2021: મુકેશ અંબાણીએ કહ્યું – ગ્રીન એનર્જી બિઝનેસમાં ઉતરશે કંપની, 100 ગીગાવોટ સોલર એનર્જીનો ટાર્ગેટ

મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

Reliance AGM 2021: મુકેશ અંબાણીએ કહ્યું – ગ્રીન એનર્જી બિઝનેસમાં ઉતરશે કંપની, 100 ગીગાવોટ સોલર એનર્જીનો ટાર્ગેટ

જિયો ભારતને 2G મુક્ત અને 5G યુક્ત બનાવશે – મુકેશ અંબાણી

જિયો માર્ટને વોટ્સએપ સાથે જોડવા જિયો અને ફેસબુક ટ્રાયલ કરી રહ્યા છે., જિયો ભારતને 2જી મુક્ત અને 5જી યુક્ત બનાવશે.  જિયો ફાયબરે 20 લાખ નવી જગ્યા એક વર્ષમાં હસ્તગત કરી છે. 30 લાખ હોમ અને બિઝનેસ એક્ટિવ યૂઝર્સ સાથે જિયો ફાયબર ભારતમાં સૌથી મોટી અને ઝડપથી વિકસતી બ્રોડબેંડ ઓપરેટર બની છે.

JIOPHONE NEX સપ્ટેમ્બરમાં થશે લોન્ચ – મુકેશ અંબાણી

ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છેઆ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.

ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર – મુકેશ અંબાણી

રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.

રિલાયન્સ સૌથી વધુ કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની – મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યું રિલાયન્સ દેશની સૌથી વધુ કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની છે. અમે દેશના સૌથી મોટા મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટર છીએ. અમે દેશમાં સૌથી વધુ જીએસટી, વેટ અને ઈન્કમ ટેક્સ ભરીએ છીએ.

આરઆઈએલએ એક વર્ષમાં સૌથી વધારે મૂડી મેળવી – મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ 44મી એજીએમમાં કહ્યું કે, આરઆઈએલે એક વર્ષમાં સૌથી વધારે મૂડી મેળવી. તેમણે કહ્યું કે, જિઓ પ્લેટફોર્મ દેશનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે, આઈઆઈએલ બોર્ડમાં ARAMCO ચેરમેનનું સ્વાગત છે. મુકેશ અંબાણીએ આગળ કહ્યું કે, 15 વર્ષમાં નેટ ઝીરો કાર્બન કંપની બનશે. ગ્લોબલ ન્યૂઝ એનર્જી એજન્ટા પર મુકી રહ્યા છીએ ભાર. આજે વિશ્વ ન્યુ એનર્જી એરામાં પ્રવેશ કરી રહી છે.

મુકેશ અંબાણીએ કહ્યું – વિતેલા વર્ષે અમે 75 હજાર નોકરી આપી, 42.5 કરોડ ગ્રાહકોને ફાયદો થયો.

મુકેશ અંબાણીએ કહ્યું કે, વિતેલા વર્ષે અમે 75 હજાર નોકરી આપી. જિઓ નેટવર્ક સાથે 42.5 કરોડ ગ્રાહકનો ફાયદો થયો. નાણાંકીય વર્ષ 2021માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 3.81 કરોડ ગ્રાહક જોડ્યા. ભારતમાં કુલ એક્સપોર્ટમાં રિલાયન્સનો હિસ્સો 6.8 ટકા છે.

કોરોના હોવા છતાં નફામાં થયો વધારો – મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, કોરોના મહામારી હોવા છતાં કંપનીના નફામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં અમે સૌથી વધારે ટેક્સ પેયર્સ છે.

મહિલાઓ માટે રિલાયન્સ ફાઉન્ડેશને કર્યું ઘણું કામ – નીતા અંબાણી

નીતા અંબાણીએ રિલાયન્સની એજીએમમાં કહ્યું કે, સમાજ પ્રત્યે જવાબદારીને અમે સમજીએ છીએ અને એ દિશામાં કરી રહ્યા છીએ. તેમણે  કહ્યું કે, દેશની જનસંખ્યા એટલે કે મહિલાઓ માટે અમે અનેક યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને આગળ વધારીશું.

માત્ર મુંબઈમાં જ 875 કોવિડ કેર બેડની સુવિધા ઉભી કરી – નીતા અંબાણી

નીતા અંબાણીએ કહ્યું કે, અમે કોરોના દરમિયાન ઘણી મદદ કરી. તેમણે ક હ્યું કે, માત્ર મુંબઈમાં જ 875 બેડ કોવિડ કેર સેન્ટરની સ્થાપતના કરી. તેમણે કહ્યું કે, અમે ઓક્સીજન જનરેટર ઇન્સ્ટોલ કરવામાં દેશમાં મદદ કરી અને અનેક હોસ્પિટલમાં મિશન ઓક્સીજન અંતર્ગત ઇન્સ્ટોલ કર્યા.

જામનગરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ વર્ચ્યુઅલી યોજાઈ રહી છે

કોરોના મહામરીને કારણે આ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ જામનગરથી થઈ રહી છે. કોરોના મહામારીને કારણે આ વખતે તેના શેર હોલ્ડર્સ અને રોકાણકારો વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ પર આ રીતે જુઓ Reliance Jio AGM 2021 લાઈવ

Reliance Jio AGM 2021ને સોશિયલ મીડિયા પ્લટફોર્મ પર લાઈવ જોઈ શકાય છે. આ મીટિંગને ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ પર પણ જોઈ શકાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં થનાર મહત્ત્વપૂર્ણ જાહેરાત તમે અહીં યૂટ્યૂબ પર જોઈ શકો છો.

Reliance AGM 2021માં થઈ શકે છે આ જાહેરાત

રિલાયન્સની એજેમમાં કંપનીના પ્રથમ અને સસ્તા 5G ફોન અને નેક્સ્ટ જનરેશનના વાયરલેસ પ્લાનથી લઈને JioBook, WhatsApp ની સાથે JioMartના ગ્રોસરી એન્ટરપ્રાઈસીસ અને સાઉદી Aramco ની સાથે 15 બિલિયન ડોલરની ડીલ સહિતની જાહેરાત થઈ શકે છે.

Reliance AGM 2021 પર શેર હોલ્ડરની નજર

રિલાયન્સની આ એજીએમ પર શેર હોલ્ડર્સની નજર છે. વિતેલા કેટલાક વર્ષોની વાત કરીએ તો રિલાયન્સ એજીએમ બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે પણ એવી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) આજે એટલે કે 24 જૂન 2021ના રોજ થશે. AGM આજે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) અને બીજા ઓડિયો-વ્યૂઝ્યૂઅલ માધ્યમો (OAVM)થી થશે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

એજીએમ દરમિયાન થનાર જહેરાતમાં Jio 5Gની જાહેરાત થવાની પણ શક્યતા છે. આ સ્માર્ટફોન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે. આ ફોન ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવાનો હતો.

આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.