RILમાં રોકાણ સોદા પર કામ ચાલુ હોવાનો અરામકોના સીઈઓનો એકરાર
share-market-news-india
|
August 10, 2020, 2:41 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : 15 જુલાઇએ યોજાયેલ 43 મી એજીએમમાં, મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કોરોના રોગચાળાને કારણે વિક્ષેપ પડવાથી રિલાયન્સની ઓઇલ ટૂ કેમિકલ બિઝનેસ માટે સાઉદી અરામકો સાથેનો 15 અબજ ડોલરનો સોદો સમયરેખા મુજબ પૂર્ણ થયો નથી. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ હવે 8 ઓગષ્ટના રોજ સાઉદી અરામકોના સીઈઓ અમીન એચ નસરે જણાવ્યું છે કે તેઓ હજી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણના સોદા પર કામ કરી રહ્યા છે.
વર્ચુઅલ રીતે 43મી વાર્ષિક સામાન્ય સભામાં આરઆઈએલના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે કોવિડ -19 રોગચાળા દ્વારા સર્જાયેલા અભૂતપૂર્વ સંજોગોને કારણે સાઉદી અરામકો સાથે સૂચિત સોદો સમયસર પૂર્ણ થઈ રહ્યો નથી. પરંતુ અમે સાઉદી અરામકો સાથેના બે દાયકાથી વધુના વ્યવસાયિક સંબંધોને આદર આપીએ છીએ અને તેની સાથે લાંબા ગાળાની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.
રિલાયન્સે પોતાના વાર્ષિક અહેવાલમાં પણ કહ્યું છે કે સાઉદી અરામકો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ડીલ બાદ આરઆઈએલને સાઉદી અરામકોની એડવાન્સ ટેકનોલોજીનો લાભ મળશે. કોરોના વાયરસે તેલ આધારિત અર્થવ્યવસ્થાઓને મોટો ઝાટકો આપવાનું શરુ કર્યું છે.સાઉદી અરબનું ગૌરવ ગણાતી સરકારી તેલ કંપની અરામકોની હાલત ખરાબ થતી જાય છે. અરામકોની આવકમાં આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 73 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Web Title: Saudi Aramco still aims for $15 billion investment in India’s Reliance