RIL-બેંકોના જોરે સેન્સેકસ 511 અંક ઉછળ્યો,મિડકેપ-સ્મોલકેપમાં અન્ડરપરફોર્મન્સ
share-market-news-india
|
July 21, 2020, 6:46 PM
| updated
July 21, 2020, 6:50 PM

vyaapaaarsamachar.com
અમદાવાદ : મજબૂત એશિયાઈ અને વિદેશી સંકેતોને પગલે આજે ભારતીય માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી અને અંતિમ સત્રમાં RIL અને બેંકોને જોરે બજારમાં સવા ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેકસ 511 અંકોના હાઈજમ્પ સાથે 37,930ના લેવલે અને નિફટી50 ઈન્ડેકસ 140 અંકોના ઉછાળે 11,162ના સ્તરે બંધ અવ્યા છે.
આજે બજારને મજબૂતી પ્રદાન કરવાનું કામ બેંકિંગ શેર અને રિલાયન્સ, HDFCએ કર્યું હતુ. બેંક નિફટી 460 અંક, 2.06%ના ઉછાળે 22,782ના લેવલે બંધ આવ્યા છે.
BSE ખાતે આજે એડવાન્સ-ડિકલાઈન રેશિયો સમાન રહ્યો હતો. 1396 શેર વધીને તો 1296 શેર ઘટીને બંધ આવ્યા હતા. 338 શેરમાં અપર સર્કિટ તો 245 શેરમાં લોઅર સર્કિટ લાગી છે પરંતુ, સ્મોલકેપ ઈન્ડેકસ માત્ર 0.24% જ વધ્યું હતુ અને મિડકેપ ઈન્ડેકસમાં તો 0.22%નો ઘટાડો જોવા મળ્યો છે.
Web Title: Sensex surges 511 pts on buying in RIL, banks; mid, small-caps underperform