RIL-HDFC બેંકે ભર્યો દમ: સેન્સેકસમાં 550 અંકોની રિકવરી, નિફટી 11,000ને પાર

share-market-news-india
|

August 04, 2020, 11:59 AM

| updated

August 04, 2020, 12:01 PM


Market Live Sensex Nifty.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં સતત ચાર દિવસની મંદી પર આજે બ્રેક લાગી શકે છે. સેન્સેકસ નિફટી મંગળવારે મજબૂત વિદેશી સંકેતોને કારણે અ‍ડધો ટકો વધ્યા હતા અને બાદમાં RIL-HDFC બેંકની લેવાલીમાં 1.50%નો ઉછાળો બેંચમાર્કમાં જોવા મળ્યો છે.

બીએસઈ સેન્સેકસ 532 અંકોના ઉછાળે 37,472ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 144 અંક વધીને 11,035 પર ટ્રેડ થઈ રહ્યાં છે. બજારને આજે હાઈ સ્પિરિટમાં દોડાવવામાં HDFC બેંકનો મહત્વનો ફાળો રહ્યો છે. RILએ નવા CEOના નામને મંજૂરી આપતા શેર 5% ઉછળ્યો હતો.

બેંક નિફટી આજે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યું હતુ ત્યારે HDFC બેંકના નવા સીઈઓને મંજુરી આપતા ઈન્ડેકસ ઉંચકાયો હતો. BNF 380 અંક, 1.80%ના હાઈ જમ્પ સાથે 21.450ના સ્તરે કામકાજ કરી રહ્યું છે.

Web Title: Market LIVE: Sensex up 500 points, Nifty tops 11,000; HDFC Bank, RIL lead