RIL, IT શેરની પીછેહઠ: સેન્સેકસ 150 અંક ડાઉન, બેંક નિફટી 150 અંક ઉપર
share-market-news-india
|
July 29, 2020, 11:40 AM
| updated
July 29, 2020, 12:29 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : ગઈકાલની રેકોર્ડ રેલી બાદ આજે બુધવારના સેશનમાં બેંચમાર્ક ઈન્ડાયસિસ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ બેંકોના દબાણ વચ્ચે ઉપલા મથાળેથી ઈન્ડેકસ સર્કયા હતા. આ ઘટાડામાં ફરી બેંકોએ જ બાજી સંભાળતા ફરી માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે.
બેંક નિફટી ઈન્ડેકસ 22,105ના બંધની સામે 22,075 પર ખુલીને ના લેવલે ખુલીને શરૂઆતી ટ્રેડમાં રિકવર થઈને ફરી 22,032 સુધી પટકાયું હતુ. જોકે પીએમ મોદીની નાણામંત્રી અને બેંકોના વડા સાથે બેઠક શરૂ થતા નીચલા લેવલે રિકવરી શરૂ અને બજારને પણ તેણે ઉપર ખેંચ્યુ. નિફટી બેંક ઈન્ડેકસ 190 અંકોના સુધારે 22,295 પર ટ્રેડ કરી રહ્યું છે.
11,341નો હાઈ બતાવીને નિફટી પણ 11,244 સુધી ઘટીને 12 વાગે 12 અંક નીચે 11,288ના લેવલે તથા સેન્સેકસ 100 અંકોના ઘટાડે 38,393ના સ્તરે જોવા મળી રહ્યાં છે.
માર્કેટ અપડેટ :
- આજે બજારમાં ડિફેન્સ થીમ એક્ટિવ
- પરિણામો બાદ ઈન્ડસિન્ડ બેંક 5% ઉછળ્યો
- MCXમાં પણ સોનાના ભાવ નવા રેકોર્ડ પર પહોંચતા એકતરફી રેલી યથાવત
- ચીને શાંતિ રાગ આલાપતા સ્ટીલ સેક્ટરમાં હલચલ વધી
- પરિણામો બાદ નેસ્લે 2.50% ડાઉન
- રિલાયન્સની પણ આજે પીછેહઠ, 2% ઘટ્યો શેર
- બેંચમાર્કના ઘટાડા છતા એડવાન્સ-ડિકલાઈન રેશિયો 3:2 છે
- 1463 શેર વધીને તો 939 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે
- 243 શેરમાં અપર સર્કિટ, 206 શેર ડાઉન
- PMની બેઠક અને મારૂતિ સહિતના દિગ્ગજના પરિણામો પર સૌની નજર
- આવતીકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના Q1 પરિણામો જાહેર થશે
Web Title: Sensex Down by 150 Pts, Bank Nifty Up 200 Pts, RIL-IT Top Laggards