SBIનો નફો 81% વધ્યો, NPA સુધર્યા, મોરેટોરિયમમાં રાહત

share-market-news-india
|

July 31, 2020, 4:42 PM

| updated

July 31, 2020, 4:42 PM


SBI Q1 profit jumps 81% to Rs 4,189.34 crore, asset quality improves.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતની સૌથી મોટી બેંક SBIએ આજે જુન કવાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. આજે જાહેર થયેલ પરિણામો મુજબ બેંકને 4189 કરોડનો નફો થયો છે. જોકે આ નફામાં ઈન્શ્યોરન્સ કારોબારમાં હિસ્સેદારી વેચવાથી મળેલ રકમનો સમાવેશ થાય છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો નફો વાર્ષિક 81.2%ના વધારે 4190 કરોડ થયો છે પરંતુ, પ્રોવિઝન વધ્યા છે અને અન્ય આવકમાં પણ ઘટાડો થયો છે તેથી નફા પર દબાણ જોવા મળ્યું છે.

બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત એટલેકે નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) 16.1% વધીને 26,641 કરોડ થઈ છે. ગત વર્ષે જુન ત્રિમાસિકગાળામાં બેંકને કુલ વ્યાજ પેટે 22,938 કરોડની આવક થઈ હતી.

માર્કેટ એક્સપર્ટસનું અનુમાન હતુ કે નફો 3232 કરોડની આસપાસ રહેવાનો અંદાજ હતો અને વ્યાજની આવક 24,000 કરોડની આસપાસનો અંદાજ હતો.

ચાલુ નાણાંકીય વર્ષના આ પ્રથમ કવાર્ટરમાં સ્ટેટ બેંકે ઈન્શ્યોરન્સ સબસિડૅયરી SBI લાઈફમાં ઓફર ફોર સેલમાં 2.1%ના સ્ટેક સેલ થકી 1540 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે,જે SBIના આજના નફામાં શામેલ છે.

એસેટ ક્વોલિટી :

બેંકે આ ત્રિમાસિકગાળામાં કોરોના મહામારીને પગલે 1836 કરોડના વધારાના પ્રોવિઝનની સાથે કુલ રૂ. 12,501 કરોડના પ્રોવિઝન કર્યા છે,જે વાર્ષિક 36.1% વધુ છે. આ પ્રોવિઝનિંગમાં 1614 કરોડ પગારધોરણ ફેરફાર અને 5230 કરોડ ફ્રોડ અકાઉન્ટ પેટે અલાયદા મુક્યા છે. જોકે કવાર્ટરલી બેસિસ પર પ્રોવિઝનિંગ 7.4% ઘટ્યું છે.

SBIએ સ્પષ્ટતા કરી છે કે નોન પરફોર્મિંગ એસેટ પેટે પ્રોવિઝનિંગ 9420 કરોડ રહી છે, જે વાર્ષિક 19% અને કવાર્ટરલી 21% ઘટ્યા છે.

બેંકો માટે સૌથી મહત્વના આંકડા હોય છે ગ્રોસ અને નેટ એનપીએ. SBIના ગ્રોસ એનપીએ કવાર્ટરલી બેસિસ પર 71 bps ઘટીને 5.44% અને નેટ એનપીએ 37 બેસિસ પોઈન્ટ ઘટીને 1.86% રહ્યાં છે.

નવા સ્લીપેજિસની વાત કરીએ તો સ્ટેટ બેંકે જુન ત્રિમાસિકગાળામાં રૂ. 3637 કરોડના નવા સ્લીપેજિસ નોંધ્યા છે,જે માર્ચ કવાર્ટરમાં 8101 કરોડ રહ્યાં છે.

પરિણામોની સાથે-સાથે :

લોન મોરેટોરિયમ બેંકની કુલ લોનબુકના 9.5% જ છે

માર્ચ કવાર્ટરમાં આ આંકડો 23% જ હતો

9.5%માંથી AA અને AAA રેટેટ કંપનીઓને તેમની રોકડ જરૂરિયાત માટે આપ્યા છે

પ્રાઈવેટ કોર્પોરેટ દ્વારા 3.3% અને રીટેલ ગ્રાહકો દ્વારા 4.2% લોન મોરેટોરિયમની માંગ કરવામાં આવી છે

Web Title: SBI Q1 profit jumps 81% to Rs 4,189.34 crore, asset quality improves with sharp decline in slippages