Stock Market LIVE Updates: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 57190 પર ખુલ્યો, નિફ્ટી 17100ની નીચે
બુધવારે સેન્સેક્સ 304.48 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 57,684.82 પર અને નિફ્ટી ઈન્ડેક્સ 69.85 પોઈન્ટ અથવા 0.4 ટકા ઘટીને 17,245.65 પર બંધ થયો હતો.
HDFC સ્ટોક ભાવ
HDFC એ ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. 2 ટ્રિલિયનથી વધુની છૂટક હોમ લોનને મંજૂરી આપી છે. આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.
ટીસીએસ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના રૂ. 18,000 કરોડના શેર બાયબેક બુધવારે છેલ્લા દિવસે 7.5 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયા હતા. કંપનીના 4 કરોડ શેરની ઓફર સામે રોકાણકારોએ બાયબેક પ્રક્રિયામાં 30.12 કરોડ શેર ઓફર કર્યા હતા.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O હેઠળ NSE પર આજે 6 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેર્સની સિક્યોરિટીઝ માર્કેટ વાઈડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગઈ છે. તેમાં બલરામપુર ચીની મિલ્સ, ડેલ્ટા કોર્પ, GNFC, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, SAIL અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે.
રૂચી સોયા
કંપનીની ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) 24 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. કંપનીએ અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1290 કરોડ એકત્ર કર્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Stock Market Opening: આજે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ થઈ છે અને શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે. અમેરિકી બજારોમાં ગઈ કાલે ત્રણ મુખ્ય સૂચકાંકોમાં આવેલા ઘટાડાની અસર આજે વૈશ્વિક સેન્ટિમેન્ટ પર પડી રહી છે અને ભારતીય શેરબજાર પણ તેની અસરથી અછૂત નથી.
આજે બજાર કયા સ્તરે ખુલ્યું છે?
આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને બજારની શરૂઆતના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 0.86 ટકાની નબળાઈ સાથે 494.77 પોઈન્ટ ઘટીને 57,190 પર ખુલ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ઈન્ડેક્સ 150.70 પોઈન્ટ અથવા 0.87 ટકાના ઘટાડા બાદ 17,094 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે.
પ્રી-ઓપનિંગમાં બજાર
પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 0.86 ટકાની નબળાઈ સાથે 494.77 પોઈન્ટના ઘટાડા સાથે 57,190 પર ટ્રેડ કરી રહ્યો હતો અને NSEનો નિફ્ટી 150.70 પોઈન્ટ અથવા 0.87 ટકાના ઘટાડા સાથે 17,094 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગઈકાલે બજાર કેવી રીતે બંધ હતું
બુધવારે સેન્સેક્સ 304.48 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 57,684.82 પર અને નિફ્ટી ઈન્ડેક્સ 69.85 પોઈન્ટ અથવા 0.4 ટકા ઘટીને 17,245.65 પર બંધ થયો હતો.
આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.