US-તાઈવાન સાથે આવતા ભડક્યું ચીન- સંઘર્ષની તૈયારીઓ

world-news
|

August 11, 2020, 12:51 PM


China lashes out at USA over supporting Taiwan, preparing for conflict.jpg

vyaapaarsamachar.com

બેઈજિંગ: અમેરિકાએ તાઈવાનને સહકાર આપવાની જાહેરાત કરતાં ચીન ભડક્યું હતું. ચીને તાઈવાન અને અમેરિકાને ધમકાવવા માટે પોતાના ફાઈટર વિમાનો તાઈવાનના આકાશમાં મોકલ્યા હતા. તાઈવાન એ ચીનની મુખ્યભૂમિથી થોડે દૂર આવેલો ટાપુ દેશ છે. તાઈવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે. સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની બધી ઓળખ પણ ધરાવે છે. 

બીજી તરફ ચીન તાઈવાનને પોતાના તાબાનું અર્ધ-સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે. એટલે કે તાઈવાને કેટલાક મુદ્દાઓમાં ચીની સરકારની મરજી મુજબ ચાલવાનું એવી ચીનની નીતિ છે. ચીનની આ નીતિ જગતના અનેક દેશોએ સ્વિકારી હોવાથી તાઈવાન પર ચીન નિયમિત રીતે માલિકીહક્ક જતાવતું રહે છે.

અમેરિકાએ હવે પોતાના આરોગ્ય મંત્રી એલેક્સ અઝારને તાઈવાન મોકલ્યા હતા. તાઈવાને કઈ રીતે કોરોના કાબુમાં લીધો એ જાણવા અને તેની પ્રસંશા કરવા એલેક્સ તાઈવન પહોંચ્યા હતા. તેમણે તાઈવાની મહિલા રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેમણે તાઈવાનને તમામ સહકારની ખાતરી આપી હતી. અમેરિકાનાઆ પગલાંથી ચીન ભડક્યું  હતું. ચીને સવારમાં પોતાના ફાઈટર વિમાનો જે-11 અને જે-10ને તાઈવાની આકાશમાં મોકલ્યા હતા. જોકે આ વિમાનાને તાઈવાનની એન્ટિ-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ તગેડી મુક્યા હતા. 

તાઈવાનના આકાશમાં ફાઈટર વિમાન મોકલવાની ચીનની આ પ્રવૃત્તિ તેની આક્રમકતા દર્શાવે છે. અગાઉ પણ તાઈવાનને ધમકાવવા ચીને કેટલીક વાર ફાઈટર વિમાનો મોકલ્યા છે. જોકે તાઈવાન મક્કમ દેશ છે. ચીન-તાઈવાન સબંધમાં હવે રસપ્રદ વળાંક આવ્યો છે. કેમ કે 40 વર્ષ પછી અમેરિકાના કોઈ મંત્રી તાઈવાનની મુલાકાતે પહોંચ્યા છે.

તેનો આૃર્થ એવો થાય કે હવે અમેરિકાએ તાઈવાનને દેશ તરીકે સ્વિકારવાની ફરીથી શરૂઆત કરી છે. અને એટલે જ ચીનને અમેરિકાનું આ પગલું આકરૂં લાગ્યું છે. 1979માં અમેરિકાએ ચીનને સમર્થન આપીને તાઈવાન સાથેના સબંધો મર્યાદિત કરી દીધા હતા. હવે ચાર દાયકા પછી અમેરિકાએ પક્ષ-પલટો કર્યો છે. અમેરિકાએ તાઈવાનને કેટલાક શસ્ત્રો આપવાની પણ તૈયારી દર્શાવી છે. 

ચીનના વારંવાર વિરોધને કારણે તાઈવાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં સભ્ય  બની શક્યું નથી. પરંતુ હવે અમેરિકાની લાગવગને કારણે ઓર્ગેનાઈઝેશનમાં તાઈવાનને મહત્ત્વ મળતું થયું છે. ચીને વારંવાર એવી ધમકી આપી છે કે જરૂર પડયે લશ્કરી પગલાં ભરીને તાઈવાન પર કબજો સૃથાપી દેશે. 

કોરોના સામે તાઈવાનની સફળતા

તાઈવાનની વસ્તી 2.4 કરોડ છે, જ્યારે ત્યાં નોંધાયેલા કોરોનાના કેસ માંડ 480 જ છે. એમાં પણ મૃત્યુ તો ગણીને સાત થયા છે. તાઈવાનની આ સફળતાની અમેરિકાએ તારીફ કરી હતી. અત્યારે તાઈવાનમાં માંડ30 કેસ એક્ટિવ છે, બાકીના બધા સાજા થઈ ચૂક્યા છે. તાઈવાનમાં કોરોનાના મોટા ભાગના કેસ પરદેશથી આવ્યા હતા. પરંતુ અહીંની સરકારે સતર્કતા દાખવીને આખા જગતમાં હાહાકાર મચાવતા રોગચાળાને કાબુમાં લીધો છે.

Web Title: China sends fighter jets to threaten Taiwan and US, escalating conflict