Vivo વિવાદ : ભારતને સીધો એક હજાર કરોડનો ફટકો

india-news
|

August 07, 2020, 6:13 PM

| updated

August 07, 2020, 6:26 PM


Vivo Controversy - Rs 1,000 Crore Direct Loss To India (1).jpg

www.vyaapaarsamachar.com

  • Vivoનો સ્ટાર ઈન્ડિયા સાથે પ્રો કબડ્ડી લીગની સિઝન હેઠળ રૂ.300 કરોડનો સોદો રદ
  • કલર્સ ચેનલ પાસેથી 60 કરોડમાં બિગ બોસની સ્પોન્સરશીપ માટે બે વર્ષનો સોદો રદ
  • IPLમાં ટાઈટલ સ્પોન્સરશિપ માટે 2,190 કરોડ રૂપિયાની ડીલ રદ
  • IPL દરમિયાન Vivo દ્વારા અન્ય 120-150 કરોડ રૂપિયા પણ ખર્ચ કરાય છે
  • કંપનીનો ઓછામાં ઓછા એક વર્ષ માટે તમામ મોટા સોદાથી અલગ રહેવાનો નિર્ણય

નવી દિલ્હી : ભારત-ચીન વિવાદની સૌથી વધુ અસર હવે ચીનની સ્માર્ટફોન કંપની Vivo પર જોવા મળી રહી છે. જોકે આ વિવાદો વચ્ચે હવે ભારતને વાર્ષિક એક હજારનો સીધો ફટકો પડશે. વિવોનું ભારતમાં વાર્ષિક 1000 કરોડનું માર્કેટિંગ બજેટ છે. આવી સ્થિતિમાં માર્કેટિંગ ડીલ્સથી બહાર હોવાને કારણે ભારતને રૂ.1000 કરોડનો સીધો ફટકો પડ્યો છે.

સ્ટાર ઈન્ડિયા સાથે 300 કરોડ રૂપિયાની ડીલ રદ

  • વિવોએ 2017માં 5 વર્ષ માટે સ્ટાર ઈન્ડિયા સાથે 300 કરોડ રૂપિયાના સોદા કર્યા હતા. આ કારા પ્રો પ્રો કબડ્ડી લીગના પ્રાયોજક માટે હતું.
  • દરમિયાન, 2020 ની પ્રો કબડ્ડી લીગની સિઝન રદ કરવામાં આવી છે અને વિવોએ હવે સ્ટાર ઈન્ડિયાને પોતાનો સોદો સમાપ્ત કરવા જણાવ્યું છે.

કલર્સ ચેનલ સાથે 60 કરોડની ડિલ રદ

  • સ્માર્ટફોન કંપનીએ કલર્સ ચેનલ પાસેથી 60 કરોડમાં બિગ બોસની સ્પોન્સરશીપ માટે બે વર્ષનો સોદો કર્યો હતો.
  • વિવો ભારતમાં જાહેરાત કરવા માટે સૌથી વધુ ખર્ચ કરનારામાં એક માનવામાં આવે છે. જોકે હવે ભારત-ચીન વિવાદ બાદ વિવો મોટાભાગની સ્પોન્સરશીપમાંથી આઉટ થઈ રહી છે.

IPL : સ્પોન્સરશિપ માટે 2,190 કરોડ રૂપિયાની ડીલ

  • વિવોએ આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ માટે 2,190 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
  • વિવો કંપનીએ હવે IPL સાથેના ટાઈટલ સ્પોન્સરશિપના આ 5 વર્ષના સોદાને 2018માં ખેંચી લીધી છે.
  • આઇપીએલ દરમિયાન કંપની દ્વારા વધારાના 120-150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

બિગ બોસની એક સિઝન માટે 30 કરોડની ડીલ

  • વિવોએ પ્રો કબડ્ડી લીગ અને રિયાલિટી શો ‘બિગ બોસ’માંથી પણ ખસવાનો નિર્ણય લીધો છે.
  • વિવોએ કબડ્ડી લીગ માટે વાર્ષિક 60 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.
  • આ સિવાય બિગ બોસની એક સીઝન માટે 30 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી.
  • કંપનીએ ઓછામાં ઓછા એક વર્ષ માટે તમામ મોટા સોદાથી પોતાને અલગ રાખવાનો નિર્ણય લીધો છે.

Web Title: Vivo Controversy: Rs 1,000 Crore Direct Loss To India