WHOએ રેમડેસિવીરને કોરોનાની દવાઓના લિસ્ટથી બહાર કરી 

world-news
|

November 21, 2020, 2:10 PM


WHO suspends remdesivir from list of medicines after warning against use on Covid-19 patients.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રેમડેસિવીરથી કોરોના પેશન્ટની સારવાર ન કરવાની સલાહ આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે રેમડેસિવીરના ડોઝથી કોરોના મટતો હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી.

એન્ટી વાયરલ દવા રેમડેસિવીર ઈબોલાની સારવાર માટે બનાવાઈ હતી. ઈબોલામાં એ ઠીક-ઠીક કારગત નીવડી હતી. એ જ દવા કોરોનાના ગંભીર દર્દીઓને પણ આપવામાં આવી રહી છે. હવે WHOએ રેમડેસિવીરને કોરોનાની દવાઓના લિસ્ટથી બહાર કરી દીધી છે.

તે અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે એનાથી કોરોના મટતો હોવાની શક્યતા નહિંવત છે. અત્યાર સુધી તેના કોઈ જ પુરાવા મળ્યા નથી. તેનાથી મૃત્યુદર ઘટાડી શકાયો હોય એવા આંકડા ઉપલબ્ધ બન્યા નથી. એ દવાથી કોરોનાની સારવાર કરવામાં દર્દી પર જોખમ મંડરાતું હોવાની ચેતવણી પણ સ્વાસ્થ્ય સંગઠને આપી હતી.

સ્વાસ્થ્ય સંગઠનની નવી ગાઈડલાઈનમાં 7000 દર્દીઓનો ડેટા સામેલ કરાયો હતો. એ  પછી દુનિયાભરના ડોક્ટર્સને ચેતવણી અપાઈ હતી. ભારતમાં ઈમરજન્સીના કેસમાં જ આ દવાનો ઉપયોગ થાય છે. એને કોરોનાના દર્દીને આપવાની પૂરેપૂરી પરવાનગી ભારતમાં મળી નથી.  

Web Title: WHO suspends remdesivir from list of medicines after warning against use on Covid-19 patients