World COVID-19 Live Updates: વિશ્વમાં કુલ 1.80 કરોડ કેસ,6.88 લાખના મોત 

world-news
|

August 02, 2020, 9:53 AM

| updated

August 02, 2020, 11:07 AM


May 1 Friday COVID 19 Live World Updates.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ….

2 ઓગષ્ટ,2020

    • કુલ કેસ -1.80 કરોડ 
    • કુલ મૃત્યુઆંક – 6.88 લાખ  
    • સાજા થયેલ દર્દીઓની સંખ્યા – 1.13 કરોડ 

    11:07 AM

    કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા માટે કહેવામાં આવી રહ્યુ છે. વાયરસના ફેલાવવાથી લઈને તેના સ્વરૂપ અને સંરચનાને લઈને ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રૂસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પાણીમાં પૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. આ સ્ટડી સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવી છે.

    સમુદ્ર અથવા તાજા પાણીમા વધતો નથી

    સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પાણી કોરોના વાયરસને 72 કલાકની અંદર લગભગ પૂર્ણ રીતે ખતમ કરી શકે છે. સ્ટડી પ્રમાણે વાયરસનું રૂપ સીધી રીતે પાણીના તાપમાન પર નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, 90 ટકા વાયરસના કણ 24 કલાકમાં અને 99.9 ટકા કણ રૂમના સામાન્ય તાપમાન પર રાખેલ પાણીમાં મરી જાય છે. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, ઉકાળેલ પાણીના તાપમાન પર કોરોના વાયરસ પૂર્ણ રીતે અને તરત મરી જાય છે. જોકે, કેટલીક પરિસ્થિતમાં વાયરસ પાણીમાં રહી શકે છે, પરંતુ આ સમુદ્ર અથવા તાજા પાણીમા વધતો નથી.

    સિરામિક સપાટી પર 48 કલાક સુધી સક્રિય

    કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અમે સિરામિક સપાટી પર 48 કલાક સુધી સક્રિય રહે છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વાયરસ એક જગ્યાએ ટકીને રહેતો નથી અને વધારે પડતા ઘરેલુ કીટાણુનાશક તેને ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઈ રહ્યા છે.

    Web Title: COVID 19 live updates : Worldwide death toll, Positive cases And all you need to know