Xiaomi એ વિશ્વનું પ્રથમ આરપાર જોઈ શકો તેવું સ્માર્ટ TV લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર

gadget-news-india
|

August 12, 2020, 4:29 PM

| updated

August 12, 2020, 4:51 PM


Xiaomi Launches World’s First ‘Transparent TV’, Know Price And Features (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : Xiaomiએ વિશ્વનું પ્રથમ ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ટીવી એટલે કે આરપાર જોઈ શકાય તેવું Mi TV LUX OLED લોન્ચ કર્યું છે. હાલ આ સ્માર્ટ ટીવી ચીનમાં જ લોંચ કરાયું છે. Xiaomi આ ટીવી 55 ઈંચમાં લોન્ચ કર્યું છે. આ સ્માર્ટ ટીવીની મુખ્ય ખાસીયત એ છે કે, આમાં OLED અને 120Hz રિફ્રેશ રેટનો ઉપયોગ કરાયો છે. ભારતીય ચલણ મુજબ આ ટીવીની કિંમત ચીનમાં 5.37 લાખ રૂપિયા છે. આ ટીવીનું વેચાણ 16 ઓગસ્ટથી શરૂ થઈ જશે.

Mi TV LUX OLED ફિચર અને સ્પેસિફિકેશન

  • આ Mi TV LUX OLEDમાં 55 ઇંચની સ્ક્રીન સાઇઝ, 120Hz ડિસ્પ્લે અને 150000:1નો કોન્ટ્રાસ્ટ રેશિયો છે.
  • આ ટીવી DCI-P3 93% કલર સ્પેક્ટ્રમ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટ ટીવીમાં 10-બીટ પેનલ 1.07 અબજ કલર કોમ્બિનેશન છે.
  • શાઓમીના આ નવા ટીવીમાં મીડિયાટેક 9650 પ્રોસેસર સાથે AI માસ્ટર સ્માર્ટ એન્જિનનો ઉપયોગ કરાયો છે.

  • આ ટીવીમાં મજબૂત અવાજ માટે AI ટીવી અને ડોલ્બી એટોમસ સપોર્ટ પણ છે.
  • OSની વાત કરી તો, Mi TV LUX OLED કસ્ટમાઇઝ્ડ MIUI પર કામ કરે છે.
  • ટીવીનો યુઝર ઇન્ટરફેસ એકદમ દમદાર છે અને આમાં હોમ પેજ, સેટિંગ્સ, My Appને સારી રીતે તૈયાર કરાયું છે, જેથી તે વિઝ્યુઅલ ફીચર અને ટ્રાન્સપરન્ટ સ્ક્રીનની ગુણવત્તાને સારી રીતે બતાવી શકે.

  • ટીવી હંમેશાં ઓન ડિસ્પ્લેને પણ સપોર્ટ કરે છે જેથી યુઝર્સો તેમની ઇચ્છા મુજબ ડિસ્પ્લે ઈમેજ અને ટેક્સ્ટ સેટ કરી શકે.
  • ટીવીના એકંદર ડિઝાઇન વિશે વાત કરતા, આ ટીવી એક રાઉન્ડ બેઝ અને અલ્ટ્રા-થિન લંબચોરસ બોડી સાથે આવે છે, જેનું કદ 7.7 મીમી છે.
  • કંપનીનું કહેવું છે કે શાઓમીનું આ ટ્રાન્સપરન્ટ એડિશન વિશ્વનું પહેલું ટ્રાન્સપોર્ટર ટીવી છે જેનું નિર્માણ મોટાપાયે કરવામાં આવ્યું છે.

  • આ ટીવી ઘર, ગેલેરી, સંગ્રહાલયો, શોપિંગ મોલ્સ અને થિયેટરો માટે શ્રેષ્ઠ છે.

Web Title: Mi TV LUX OLED : Xiaomi Launches World’s First ‘Transparent TV’ With A 55 Inch OLED Screen